નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તર ઇચ્છે છે કે વર્લ્ડકપ ઉપ મહાદ્વીપમાં આવે, અને આ માટે તેને ભારતીય ટીમનું સમર્થન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ટીમ પહેલાથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ચૂકી છે.




અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલમાં કહ્યું કે, 'ન્યૂઝીલેન્ડ દબાણ નથી સહન કરી શકતુ. મને આશા છે કે આ વખતે ચોકર્સ સાબિત નહીં થાય, પણ વાસ્તવમાં ઇચ્છુ છુ કે વર્લ્ડકપ ઉપ મહાદ્વીપમાં આવે. આ માટે હું ભારતીય ટીમનુ સમર્થન કરુ છું.'




નોંધનીય છે કે, હાલમાં ભારતીય ટીમ ફૂલ ફોર્મમાં છે, રોહિતે વર્લ્ડકપમાં સૌથી વધુ રનની સાથે 8 મેચોમાં અત્યાર સુધીનો રેકોર્ડ શતક લગાવ્યા છે. ઉપરાંત અન્ય બેટ્સમેનો અને બૉલિંગ લાઇનઅપ પણ ઘાતક બની રહી છે.

આગામી 9મી જુલાઇએ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ ટૂર્નામેન્ટની પ્રથમ ફાઇનલ રમાવવાની છે.