કાશ્વી ગૌતમે ઘરેલુ અંડર-19 વનડે ટ્રોફીમાં ચંડીગઢ અને અરુણાચલ વચ્ચે રમાયેલી મેચમાં એક ઈનિંગમાં 10 વિકેટ ઝડપી પોતાનું ઈતિહાસના પાના પર નોંધાવી દીધું છે, . તે મર્યાદિત ઓવરમાં આમ કરનાર પ્રથમ મહિલા ખેલાડી બની છે. આ સિવાય કાશ્વીએ 49 રનની ઈનિંગ પણ રમી હતી .
ચંડીગઢની કેપ્ટન કાશ્વી ગૌતમે 4.5 ઓવરમાં 12 રન આપી 10 વિકેટ ઝડપી હતી. વિરોધી ટીમ માત્ર 25 રનમાં જ ઓલઆઉટ થઈ હતી હતી. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચંડીગઢની ટીમે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 186 રન બનાવ્યા હતા.