કૈફે ટ્વિટ કરીને કહ્યું કે, "હા, પણ પાકિસ્તાનને આતંકવાદ સાથે લેવાદેવા ચોક્કસથી છે. અહીં આતંકીઓનું બ્રિડીંગ થાય છે, સંયુક્ત રાષ્ટ્રમાં દુર્ભાગ્યપૂર્ણ ભાષણ તમે આપ્યું છે, એક મહાન ક્રિકેટરથી હવે તમે પાકિસ્તાની સેના અને આંતકીઓની કઠપૂતળી બની ગયા છો, જેણે તમાનું પતન નોતર્યું છે."
ઉલ્લેખનીય છે કે આ પહેલા અન્ય ક્રિકેટરોએ પણ ઇમરાન ખાનના ભાષણને નફરત ફેલાવતું ભાષણ ગણાવ્યું છે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પોતાના ભાષણ દરમિયાન ભારત પર પરમાણુ યુદ્ધ કરવાની ધમકી આપી હતી. શમીએ તેને વખોડતા, લખ્યું કે મહાત્મા ગાંધીએ પોતાનું જીવન પ્રેમ, સદ્ધભાવ અને શાંતિનો સંદેશ ફેલાવવામાં વ્યતિત કર્યું. ત્યાં જ ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર પોડિયમથી ધમકી અને નફરત ફેલાવી રહ્યા છે. પાકિસ્તાનને એવા નેતાની જરૂર છે જે નોકરી, વિકાસ અને આર્થિક વિકાસની વાત કરે, નહીં કે યુદ્ધ અને આંતકવાદને શરણ આપે.
હરભજન સિંહ અને ઇરફાન પઠાણે પણ ઇરમાન ખાન વિરુદ્ધ ટ્વિટ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ દરમિયાન ભારત પર સંભવિત પરમાણુ યુદ્ધનો સંકેત આપ્યો. એક મોટા ખેલાડી તરીકે ઇમરાન ખાનના શબ્દો બંને દેશો વચ્ચે ખાલી નફરત ફેલાવશે. એક સાથી ખેલાડી તરીકે મને તેમનાથી આ આશા નહતી, મને આશા છે કે તે શાંતિ વધે તેવા પ્રયાસ કરશે.