નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડની ટીમે ભારતને 31 રનથી હાર આપીને સેમિ ફાઇનલમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. જોકે, મેચમાં હાર મળ્યા બાદ પણ ટીમ ઇન્ડિયાને કંઇજ ફરક પડ્યો નથી. 338 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 306 રન બનાવી શકી હતી. આ સાથે પાકિસ્તાનની વર્લ્ડકપની આશા પર પાણી ફરી વળ્યુ હતુ.



મેચ બાદ પાકિસ્તાની ફેન્સ ધોનીને ટાર્ગેટ કરીને ટ્રૉલ કરી રહ્યાં હતાં, જ્યારે ભારતીય ફેન્સ ધોનીને હીરો ગણાવી રહ્યાં હતાં. ઇન્ડિયન ફેન્સે પાકિસ્તાનના વર્લ્ડકપ અભિયાનને ફિનિશ કરનારો બેસ્ટ ફિનિશર ગણાવ્યો હતો.