નવી દિલ્હી: ભારતીય ક્રિકેટની હાલ બહુ જ ચર્ચાઓ ચાલી રહી છે. ધોનીની નિવૃત્તિ, વિરાટ કોહલીની કેપ્ટનશિપ, રોહિત શર્માને વન-ડે સહિત અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે પણ ટીમની પસંદગી બે દિવસમાં થવા જઈ રહી છે.

વર્લ્ડ કપના લાંબા કાર્યક્રમ બાદ કયા-કયા ખેલાડીઓ વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસે જઈ રહ્યા છે અને કયા ખેલાડીને આરામ આપવામાં આવે તે રવિવારે સિલેક્શન કમિટીની મીટિંગ બાદ જ ખબર પડશે. વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે જાય તેવી સંભાવના છે જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પ્રવાસે શઈ નહી જાય.

ટીમની પસંદગી પહેલા પસંદગીકારો તમામ ખેલાડીઓની ફિટનેસ રિપોર્ટની રાહ જોઈને બેઠા છે. ખાનગી સમાચારના અહેવાલ પ્રમામે, ભારતીય ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે નહીં જાય. રિપોર્ટ પ્રમાણે પીઠની દુખાવાના કારણે હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે.

આ ઉપરાંત બુમરાહને વન-ડે અને ટી-20માં આરામ આપવામાં આવી શકે છે. તે ટેસ્ટ શ્રેણીમાં ફ્રેશ થઈને વાપસી કરશે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે ત્રણ ટી-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે. 3 ઓગસ્ટથી પ્રવાસનો પ્રારંભ થશે.