લોકસભાની ચૂંટણીના કારણે આ વખતે IPL ભારતમાં નહીં રમાય તેવી અટકળો વચ્ચે બોર્ડે શું કરી મોટી જાહેરાત?
આઈપીએલનું 2 વખત ભારત બહાર આયોજન થયું છે. પ્રથમ વખત 2009માં સાઉથ આફ્રિકામાં આઈપીએલ રમાઈ હતી. જ્યારે ગત લોકસભા ચૂંટણી દરમિયાન કેટલીક મેચો યુએઈમાં રમાડવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીસીસીઆઈએ જણાવ્યું કે, સર્વોચ્ચ અદાલત દ્વારા નિમણૂક કરવામાં આવેલી સમિતિએ મંગળવારે દિલ્હીમાં બેઠક કરી અને આઈપીએલ 2019ના સ્થળો તથા વિંડો પર ચર્ચા કરી. કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ સાથે ચર્ચા કરીને ફેંસલો લેવામાં આવ્યો છે કે આઈપીએલની 12મી સીઝન ભારતમાં જ યોજાશે. સમગ્ર કાર્યક્રમ સંબંધિત અધિકારીઓની સલાહ બાદ ફાઇનલ કરાશે. સીઓએ આઈપીએલ 2019નો કાર્યક્રમ જાહેર કરતાં પહેલાં સ્ટેક હોલ્ડર સાથે પણ ચર્ચા કરશે.
નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન ક્યાં રમાશે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે એક નિવેદન જાહેર કર કહ્યું કે, આઈપીએલની 12મી સીઝન ભારતમાં રમાશે અને 23 માર્ચથી તેનો પ્રારંભ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -