સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર IPLની 14મી સિઝન માટે મેચ કયા શહેરોમાં રમાશે તે મુદ્દે નિર્ણય લેવા માટે મહત્વપૂર્ણ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની તારીખને હજું અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. માનવામાં આવી રહ્યું છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આગામી સપ્તાહમાં આયોજિત થઈ શકે છે.
ગવર્નિંગ કાઉન્સિલ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, આઈપીએલના શેડ્યૂલને લઈ જીસીની બેઠકમાં અંતિમ મંજૂરી આપવામાં આવશે. જેમાં આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થવાની સંભાવના છે. આવતા અઠવાડિયે મેચ ક્યાં ક્યાં રમાશે તે અંગે પણ વાત કરવામાં આવશે. જોકે, સૌથી મોટો મુદ્દો એ છે કે તમામ આઇપીએલ મેચ એક જ શહેરમાં અથવા જુદા જુદા શહેરોમાં યોજાવી જોઈએ.
સૂત્રએ કહ્યું, ' પ્રાપ્ત પ્રસ્તાવ મુજબ, આઈપીએલ 9 એપ્રિલથી શરૂ થશે અને ફાઈનલ મેચ 30 મેના રોજ રમાશે. જીસી સાથે સંકળાયેલા સભ્યએ કહ્યું કે, આ મુદ્દે હાલમાં ચર્ચા થઈ રહી છે કે આઇપીએલની તમામ મેચ એક જ શહેરમાં યોજાવી જોઈએ. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ચારથી પાંચ શહેરોમાં આઈપીએલ લીગ મેચ રમાડવાના વિકલ્પ શોધી રહ્યું છે.