નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 24 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે ટી20 અને પાંચ વનડે મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 અને વનડે સીરીઝ માટે કેપ્ટન વિરાટ કોહલીની એકવાર ફરી ટીમમાં વાપસી થઈ રહી છે. કોહલીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝ અને અંતિમ બે વનડેમાં આરામ આપાવમાં આવ્યો હતો.
આ સાથે જ બીસીસીઆઈ અને સિલેક્શન કમિટીએ આ સ્પષ્ટ કરી દીધું છે કે હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પસંદગી કરવામાં આવેલી ટીમમાંથી જ વિશ્વકપ ટીમમાં રમનારા ખેલાડીઓનો રસ્તો સાફ થશે.
સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે અને ટી20 ટીમમાં મિડલ ઓર્ડરમાં રિષભ પંત અને વિજય શંકરને અજમાવવાનો નિર્ણય કર્યો છે. દિનેશ કાર્તિકને વનડે સીરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જો કે ટી20માં છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી સિવાય પ્રથમ બે વનડે માટે સિદ્ધાર્થ કોલને ટીમમાં તક આપી છે. ટી20માંથી કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે. યુવા લેગ સ્પિનર મયંક માર્કંડેને ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયા સામે બે ટી-20 માટે ભારતીય ટીમ આ પ્રકારે છે: વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કોલ, મયંક માર્કંડે
પ્રથમ બે વનડે માટે ટીમ ઇન્ડિયા આ પ્રકારે છે : વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, સિદ્ધાર્થ કોલ, રિષભ પંત
અંતિમ ત્રણ વનડે માટે ટીમ ઈન્ડિયા આ પ્રકારે છે : વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કેએલ રાહુલ, રિષભ પંત