સીઆરપીએફ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, અમે ભૂલીશુ નહીં, અમે છોડીશું નહીં. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને અમે સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારની સાથે ઉભા છીએ. આ જીવલેણ હુમલાનો બદલો ચોક્કસથી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે IED વિસ્ફોટથી સીઆરપીએફની એક બસને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં સીઆરપીએફના 40 કરતા વધારે જવાન શહીદ થયા હતા. પુલવામાના અવંતીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું.