નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલમાં ફરી ઈજાગ્રસ્ત થયા છે. સીઝનના પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ ઈજાગ્રસ્ત થયા બાદ શનિવારે હૈદ્રાબાદની સાથે થયેલ મેચ દરમિયાન તેની ડાબી આંખમાં ઈજાના નિશાન જોવા મળ્યા છે. સૂત્રો અનુસાર બુમરાહની ડાબી આંખમાં ઉપર કાળા ધબ્બાના નિશાન જોવા મળ્યા, જે પ્રેક્ટિસ દરમિયાન લાગેલ ઈજાના નિશાન છે.



સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ઈજા દરમિયાન તેને બોલ લાગ્યો હતો. દુર્ભાગ્યવશ, ફીલ્ડિંગ માટે ઉપયોગમાં લેવાતો બોલ થોડો નરમ હોય છે અને આ સામાન્ય ઈજા હતી અને કોઈ ગંભીર અસર નથી થઈ.

હાલમાં બધાની નજર બુમરાહ પર છે કારણ કે તે માત્ર મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જ નથી, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે રાષ્ટ્રીય ટીમમાં એક મુખ્ય હથિયાર પણ છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા એ સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે કે ઇંગ્લેન્ડમાં રમાનાર આ ટૂર્નામેન્ટમાં જતા પહેલા તેને કોઈપણ પ્રકારની ઈજા ન થાય.