આઈસીસીના 25 બ્રોડકાસ્ટ પાર્ટનરોએ 200થી વધારે ક્ષેત્રોમાં 20000થી વધારે કલાક સીધુ પ્રસારણ, રિપીટ પ્રસારણ અને મુખ્ય અંશ દર્શાવ્યા. જાહેરાત અનુસાર, આ ટૂર્નામેન્ટના દર્શકોમાં 2015ના સત્રની તુલનામાં 38 ટકા વધારો થયો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું, વૈશ્વિક સ્તર પર સૌથી વધારે જોવામાં આવેલી મેચ ભારત VS પાકિસ્તાન (India vs Pakistan) રહી, જેને 27.30 કરોડ ટીવી દર્શકો મળ્યા અને પાંચ કરોડ લોકોએ તેને ડિજિટલ મંચ પર જોઈ. આ વખતના વર્લ્ડ કપને જોવાના સમયમાં પણ 42 ટકાનો વધારો થયો છે.
વર્લ્ડ કપની ફાઈનલ મેચને દોઢ કરોડ લોકો જોઈ રહ્યા હતા, જ્યારે સુપર ઓવરની શરૂઆતમાં 89 લાખ લોકો મેચની મજા માણી રહ્યા હતા. આઈસીસીની મીડિયા રાઈટ્સ, બ્રોડકાસ્ટ અને ડિઝિટલની મુખ્ય આરતી ડબાસે જણાવ્યું કે, પહેલાની તુલનામાં ઘણા બધા લોકો ઘણા કલાકો સુધી ક્રિકેટ જોઈ રહ્યા છે. ડિઝિટલ પ્લેટફોર્મ પર લોકો દ્વારા ક્રિકેટ જોવું એ વાતનો પૂરાવો છે કે, લોકો આ ખેલને લઈ કેટલા દિવાના છે.