ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે T20i ક્રિકેટમાંથી લીધો સન્યાસ, બનાવ્યા હતા આ મોટા રેકોર્ડ
abpasmita.in | 03 Sep 2019 02:41 PM (IST)
2006માં જ્યારે ભારતીય મહિલા ટીમે જ્યારે તેને પોતાની પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી ત્યારે મિતાલી જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હતી
Created with GIMP
નવી દિલ્હીઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન રહી ચૂકેલી મિતાલી રાજે આજે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. મિતાલી 32 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશી કરી ચૂકી છે. મિતાલી રાજે ત્રણ વખત આઇસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતની કેપ્ટનશીપ કરી છે. 2012, 2014 અને 2016 આઇસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતીય ટીમની કેપ્ટન રહી ચૂકી છે. 2006માં જ્યારે ભારતીય મહિલા ટીમે જ્યારે તેને પોતાની પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી ત્યારે મિતાલી જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હતી. મિતાલી રાજના કેરિયરની વાત કરીએ તો, મિતાલીએ 88 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે, જેમાં તેને 2364 રન બનાવ્યા છે. ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારી ખેલાડી મિતાલી રાજ જ છે. એટલું જ નહીં ટી20માં ભારત તરફથી સૌથી પહેલા 2000 રન પણ મિતાલીએ જ પુરા કર્યા હતા.