શમીએ આ પહેલા પણ પત્નીએ તેના પર લગાવેલા આરોપો ખોટા હોવાનું કહી હસીને તેને દગો આપ્યો હોવાનું કહ્યું હતું. શમીના કહેવા મુજબ તેને બાદમાં માલુમ પડ્યું કે આ તેની પત્નીના બીજા લગ્ન હતા.
ઉલ્લેખનીય છે કે હસીન જહાં અને શમીના લગ્ન 2014માં થયા હતા. હસીન એક મોડલ હતી. પછી તે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયર લીડર બની ગઈ. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને તેઓ એકબીજાના દીલ આપી બેઠા. બાદમાં શમીએ પરિવારની મરજી વિરૂદ્ધ જઈને હસીન સાથે લગ્ન કર્યા.
હસીનના પહેલા પતિનું નામ સૈફુદ્દીન હતું. તે પશ્ચિમ બંગળામાં સ્ટેશનરી દુકાન ચલાવે છે. હસીનના પૂર્વ પતિએ મીડિયાને જણાવ્યું હતું કે તે 10માં ધોરણથી એકબીજાના પ્રેમમાં હતા. તેમના લગ્ન 2002માં થયા હતા અને તેમને બે દીકરીઓ પણ છે. 2010માં બન્નેના છૂટાછેડા થયા હતા.