અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 224 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સર્વાધિક 67 રન બનાવ્યા હતા. કેદાર જાધવે 52 રન બનાવ્યા હતા. ધોનીએ 52 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું.


ઈન્ટરનેશલ કરિયરમાં આશરે 200 જેટલા ખેલાડીઓને સ્ટંપ આઉટ કરનારો ભારતનો અનુભવી બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની શનિવારે તેની 345 મેચોની વન ડે કરિયરમાં માત્ર બીજી વખત સ્ટંપ આઉટ થયો હતો. ધોનીને રાશિદ ખાને સ્ટંપ આઉટ કરાવ્યો હતો.

આ પહેલા ધોની 20 માર્ચ, 2011ના રોજ ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડિઝના બોલર દેવેન્દ્ર બીશુની ઓવરમાં વિકેટકિપર ડેવોન થોમસના હાથે સ્ટંપ આઉટ થયો હતો. ધોનીએ તે મેચમાં 30 બોલમાં 22 રન બનાવ્યા હતા.


વર્લ્ડકપમાં વિરાટ સેના નહીં પણ રણજી ટીમના કયા 11 ખેલાડીઓ રમી રહ્યા છે ? જાણો ચોંકાવનારી વિગત

અમેઠીઃ સ્મૃતિ ઈરાનીએ કાફલો રોકાવી બીમાર મહિલાનો હોસ્પિટલ પહોંચાડી, જુઓ વીડિયો