INDvAUS: બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ સાત વર્ષના સ્પિનરને કર્યો ટીમમાં સામેલ, કોહલીને કરવા માંગે છે આઉટ, જાણો વિગત
ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી 15 સભ્યોની ટીમ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાની નેશનલ ટીમના ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરતો આર્ચી.
સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝની બાકીની બે મેચ માટે ભારતે હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કર્યા છે. પરંતુ તેનાથી વધારે ચર્ચા ઓસ્ટ્રેલિયાની ટીમના એક નવા સભ્યની છે. 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમમાં 7 વર્ષના લેગ સ્પિનરને સામેલ કરવામાં આવ્યો છે.
આર્ચી તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ વેઠી ચુક્યો છે. ત્રણ મહિનાની ઉંમરમાં તેને હૃદયની બીમારીની ખબર પડી હતી. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ન્યૂરિઉટપાથી મેલબોર્ન લાવવામાં આવ્યો અને સર્જરી કરવામાં આવી. આ સર્જરી સાત કલાકથી વધારે સમય ચાલી હતી. છ મહિના બાદ ફરી તેને વાલ્વ અને હાર્ટબિટની તકલીફ થઈ અને ફરીથી સારવાર લેવી પડી.
‘મેક અ વિશ ઓસ્ટ્રેલિયા’ અભિયાન હેઠળ આર્ચીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહેલા બાળકોની ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરવામાં આવે છે.
આર્ચી ત્રીજી ટેસ્ટમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને આર્ચીના સાતમા બર્થ ડે પર આ જાહેરાત કરી હતી. આર્ચી શિલરે સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે પ્રેક્ટિસ પણ કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ ખબરની પુષ્ટિ કરી છે. આર્ચીને ટેસ્ટ ટીમમાં સામેલ કરવાના સમાચાર પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ સંયુક્ત અરબ અમીરાતમાં પાકિસ્તાન સામે ટેસ્ટ રમતી હતી ત્યારે જ કોચ જસ્ટિન લેંગરે તેને ટીમમાં સમાવેશ અંગે સૌથી પહેલો ફોન કર્યો હતો.
ગત વર્ષે ડિસેમ્બરમાં ફરી તેને આવી સમસ્યા થઈ અને ત્રીજી વખત ઓપન હાર્ટ સર્જરી કરવી પડી. આ લેગ સ્પિનરે ઓસ્ટ્રેલિયાના હેડ કોચ જસ્ટિન લેંગરને કહ્યું હતું કે, વિરાટ કોહલીને આઉટ કરવા માંગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -