નવી દિલ્હીઃ નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન ડે ટીમ ઈન્ડિયાએ 8 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. જો કે આ બધાની વચ્ચે આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સુરક્ષા કવચ તોડીને એક યુવક ધોનીને મળવા માટે મેદાન પર પહોંચી ગયો હતો. જો કે આ દરમિયાન ધોનીએ તેને થોડીવાર દોડાવ્યો હતો.


ધોનીએ આ વ્યક્તિને ગળે લગાવ્યો હતો પરંતુ તે પહેલા ઘણો દોડાવ્યો હતો. બીજી વન ડજે દરમિયાન ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થવાની હતી ત્યારે 37 વર્ષીય ધોની પાસે એક ફેન સુરક્ષા કવચ તોડીને આવ્યો અને તેને ગળે લગાવવાની કોશિશ કરી. ધોનીએ હસીને થોડો સમય દોડાવ્યો. આ દરમિયાન ભારતીય ટીમના અન્ય સાથીઓ આનંદ લેતા રહ્યા. ફેન પણ ધોની પાછ દોડતો રહ્યો અને આખરે તેને ગળે ભેટવામાં સફળ પણ રહ્યો. આ ફેને ધોનીના ચરણ સ્પર્શ પણ કર્યા અને બાદમાં સુરક્ષા કર્મીઓ તેને પકડીને બહાર લઇ ગયા.

વાંચોઃ ટીમ ઈન્ડિયાની વન ડેમાં 500મી જીતના આ 5 ખેલાડી રહ્યા હીરો, જાણો કોણ કોણ છે

વાંચોઃ રાજસ્થાનના સ્કૂલ સિલેબસમાં વિંગ કમાન્ડર અભિનંદનનો પાઠ ભણાવાશે, જાણો વિગત

અમદાવાદઃ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા માટેની તૈયારી પૂર્ણ, જુઓ વીડિયો