INDvAUS: 150 ટેસ્ટ જીતનારો એશિયાનો પ્રથમ દેશ બન્યો ભારત, જાણો વિગત
ભારતે 532 ટેસ્ટમાં 150મી જીત મેળવી છે. જ્યારે 165 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, 216 મેચ ડ્રો રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેલબોર્નઃ ભારતે રવિવારે મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાને 137 રનથી હાર આપીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 150 કે તેથી વધારે જીત મેળવનારો વિશ્વનો પાંચમો અને એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે.
એશિયામાં ભારત પછી પાકિસ્તાનનો નંબર આવે છે. પાકિસ્તાને 421 ટેસ્ટમાં 136માં વિજય, 126માં હાર અને 159 મેચ ડ્રો રહી છે.
ઓસ્ટ્રેલિયા 817 મેચમાંથી 384 મેચ જીતીને પ્રથમ નંબરે છે. 222 મેચમાં ઓસ્ટ્રેલિયાની હાર થઈ છે અને 209 મેચ ડ્રો રહી છે. ઈંગ્લેન્ડે 1007 ટેસ્ટમાંથી 364 મેચ જીતી છે. જ્યારે 298 મેચમાં હાર અને 345 મેચ ડ્રો ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની 539 મેચ પૈકી 171માં જીત, 192માં હાર થઈ છે, 175 મેચ ડ્રો રહી છે. સાઉથ આફ્રિકાએ રમેલી 428 મેચમાંથી 162માં વિજય અને 142માં પરાજય થયો છે. જ્યારે 124 મેચ ડ્રો રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -