2010 અને 2018ની ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં આ વાતની જોવા મળી સમાનતા, જાણો વિગત
મેલબોર્નઃ ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોક્સિંગ ડેથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રનથી હાર આપી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ લઈ લીધી છે. શ્રેણીની ચોથી અને અંતિમ મેચ 3 જાન્યુઆરી, 2019થી શરૂ થશે. આ પહેલા ભારત 2010માં સાઉથ આફ્રિકા સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં પણ વિજય મેળવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2018ની બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતમાં પણ ચેતેશ્વર પૂજારા અને ઈશાંત શર્મા પણ ટીમના સભ્ય હતા. જ્યારે મુરલી વિજયને પ્રથમ બે ટેસ્ટમાં કંગાળ દેખાવ બાદ ત્રીજી ટેસ્ટમાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
2018 અને 2010ના બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ભારતના વિજયમાં એક વાત સમાન હતી. 2010 ભારતે સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો ત્યારે પ્લેઇંગ ઇલેવનમાં મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા અને ઈશાંત શર્મા ટીમના સભ્ય હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -