સોશિયલ મીડિયા પર મહિલાઓ શા માટે શેર કરી રહી છે Pantyની તસવીરો? જાણો વિગતે
આયરિશ પ્રધાનમંત્રી લિયો વરદકરે એવું પણ કહ્યું છે કે, આ મુદ્દો દેશના લોકો માટે ચિંતાનો વિષય છે. આ વાત પર વિચાર કરવામાં આવી રહ્યો છે કે આખરે આવી ઘટનાઓ પર કેવી રીતે લગામ લગાવી શકાય?
આ ઘટના બાદ આયરલેન્ડની મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવવા માટે અંડરવિયરનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવા લાગી. કાર્યકર્તા ન્યાયિક પ્રણાલીના એ સભ્યોને પણ બહાર કરવાની માંગ કરી રહ્યા છે જે કોર્ટમાં પીડિતોને દોષી ગણાવે છે.
આ વાતને લઈ સમગ્ર દેશની મહિલાઓ નારાજ થઈ છે, અહીંની મહિલા રાજનેતા પણ આ ઘટનાનો વિરોધ કરવા માટે સંસદથી લઈ રસ્તા પર ઉતરી ગઈ છે. મહિલાઓનું કહેવું છે કે, શું કોઈ મહિલા પોતાનો મનપસંદ અંડરવિયર પણ ન પહેરી શકે?
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક પછી એક વિશ્વભરની મહિલાઓ પોતાના અંડરગગાર્મેન્ટ્સની તસવીરો શેર કરીને વિરોધ વ્યક્ત કરી રહી છે. #ThisIsNotConsent હેશટેગ સાથે શરૂ થયેલ આ વિરોધના સૂર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ રસ્તા પર પણ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર વાત આયરલેન્ડના એક રેપ કેસ સાથે જોડાયેલ છે. જેમાં આરોપીના વકીલે કોર્ટમાં 17 વર્ષની પીડિતા યુવતીની પેન્ટીનો ઉલ્લેખ કરતાં પોતાના ક્લાઈન્ટને બચાવી લીધો.
વકીલે પોતાના અસીલનો બચાવ કરતા જ્યૂરીને કહ્યું કે, રેપની આ ઘટના પાછળ મહિલાનો અંડરવિયર જવાબદાર છે. વકીલે કહ્યું હતું કે, અંડરવિયરને જોયા બાદ આરોપી ઉત્તેજીત થઈ ગયો, અને રેપની ઘટનાને અંજામ આપ્યો.