કોહલીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વર્લ્ડ કપ માટે અંતિમ ઇલેવન લગભગ નક્કી છે અને પરિસ્થિતિ મુજબ તેમાં 1-2 ફેરબદલ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા કોહલીએ કહ્યું હતું કે, વિશ્વ કપ પહેલા ટીમમાં બે સ્થાનની ભરપાઇ કરવાની છે પરંતુ સીરિઝ બાદ તેણે કહ્યું કે, હવે માત્ર એક જ સ્થાન અંગે ચર્ચા કરવાની છે.
વાંચોઃ INDvAUS: ઓસ્ટ્રેલિયાનો 3-2થી શ્રેણી વિજય, અંતિમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની 35 રનથી હાર
બેટિંગમાં ચોથા ક્રમ અને ટીમમાં બીજા વિકેટકિપરને લઇ ભ્રમની સ્થિતિ યથાવત હોવા છતાં કોહલીએ કહ્યું કે, આનો ઉકેલ મળી ગયો છે. મેચ બાદ તેણે કહ્યું કે, અમે ટીમની રૂપ-રેખા લગભગ તૈયાર કરી લીધી છે. હવે ખેલાડીઓને તેમની જવાબદારી અંગે બતાવવા અને તેમની પાસેથી સારા પ્રદર્શનની આશા અંગેની છે. અમે બિલકુલ ભ્રમિત નથી. કદાચ એક જ જગ્યા માટે ચર્ચાની જરૂર છે.
INDvAUS: રોહિત શર્માએ સૌરવ ગાંગુલીના રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત