વર્લ્ડકપ 2019: વ્હીલ ચેરમાં બેસી ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરે છે 87 વર્ષના આ પટેલ દાદી, જુઓ તસવીરો
abpasmita.in | 02 Jul 2019 09:58 PM (IST)
87 વર્ષના ચારુલતા પટેલ વ્હીલચેરમાં બેસીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, હું ઘણા વર્ષોથી ક્રિકેટ જોતી આવી છં. પહેલા હું આફ્રિકામાં હતી ત્યારે ટીવી પર મેચ નીહાળતી હતી પરંતુ હવે રિટાયર્ડ છું અને તેથી અહીં જોવા આવી છું.
બર્મિંઘમઃ વર્લ્ડકપના 40માં મુકાબલામાં ભારતે બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 314 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓપનરો રોહિત શર્મા અને લોકેશ રાહુલે 29.1 ઓવરમાં 180 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા 104 રન બનાવવા સાથે વર્લ્ડકપમાં ચોથી સદી ફટકારી હતી. મેદાનમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરવા અનેક પ્રશંસકો ઉપસ્થિત છે. પરંતુ આ બધામાં 87 વર્ષના દાદીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 87 વર્ષના ચારુલતા પટેલ વ્હીલચેરમાં બેસીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, હું ઘણા વર્ષોથી ક્રિકેટ જોતી આવી છં. પહેલા હું આફ્રિકામાં હતી ત્યારે ટીવી પર મેચ નીહાળતી હતી પરંતુ હવે રિટાયર્ડ છું અને તેથી અહીં જોવા આવી છું. તેમણે એમ પણ કહ્યું કે, ભારત જ વર્લ્ડકપ જીતશે તેવો મને વિશ્વાસ છે. ભારત જીતે તે માટે હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું. 1983માં કપિલ દેવે વર્લ્ડકપ જીત્યો ત્યારે હું પણ ત્યાં હતી.