બર્મિંઘહામઃ વર્લ્ડકપના 40માં મુકાબલામાં આજે ભારત-બાંગ્લાદેશની ટક્કર છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી રોહિત શર્મા અને લોકેશ રાહુલે ઈનિંગની શરૂઆત કરી હતી.  આ બંનેએ પ્રથમ વિકેટ માટે 29.2 ઓવરમાં 180 રનની પાર્ટનરશિપ કરી હતી. જેની સાથે જ તેમણે એક નવો ભારતીય રેકોર્ડ તેમના નામે નોંધાવી દીધો હતો. રોહિત શર્માએ 104 અને લોકેશ રાહુલે 77 રનની ઈનિંગ રમી હતી.


આ પહેલાનો વર્લ્ડકપ રેકોર્ડ રોહિત શર્મા અને શિખર ધવનના નામે હતો. 2015ના વર્લ્ડકપમાં આ બંનેની જોડીએ આયર્લેન્ડ સામે 174 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. આ રેકોર્ડને રોહિત-રાહુલની જોડીએ આજે તોડ્યો હતો.

1996માં કટકમાં સચિન તેંડુલકર અને અજય જાડેજાની ઓપનિંગ જોડીએ કેન્યા સામે 163 રન ઉમેર્યા હતા. 2003માં સચિન અને સેહવાગની ઓપનિંગ જોડીએ શ્રીલંકા સામે જોહાનિસબર્ગમાં 153 રનની ભાગીદારી કરી હતી.

INDvBAN:  વન ડેમાં ડેબ્યૂ કર્યાના 15 વર્ષ બાદ ભારતના આ ખેલાડીને વર્લ્ડકપમાં રમવા મળી પ્રથમ મેચ, જાણો વિગત

વર્લ્ડકપ 2019: રોહિત શર્માનો જ્યારે પણ છુટ્યો કેચ, રમી છે મોટી ઈનિંગ, જાણો વિગતે

વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા કયા 3 આંતરરાષ્ટ્રીય વિકેટકિપર સાથે રમવા ઉતર્યું, જાણો વિગત

નીતિન પટેલે રાજકોટના જેતપુરનો ઉલ્લેખ કરીને શું કહ્યું? જુઓ વીડિયો