INDvENG: ઈંગ્લેન્ડની કુલ લીડ 100 રનને પાર, કૂક રમી રહ્યો છે અંતિમ ઈનિંગ
ઓવલઃ ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ લંચ બ્રેક બાદ 292 રન બનાવી ઓલઆઉટ થઈ જતા યજમાન ટીમને 40 રનની સરસાઈ મળી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ અણનમ 86 રન બનાવ્યા હતા. કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા હનુમા વિહારીએ 56 રનનું યોગદાન આપ્યું હતું. તેણે જાડેજા સાથે 77 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. છેલ્લી વિકેટ માટે જાડેજા અને બુમરાહે 32 રન જોડ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસરન, સ્ટોક્સ અને મોઈન અલીએ 2-2 વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 332 રન બનાવ્યા હતા. જેમાં નવમી વિકેટ માટે જોસ બટલર અને સ્ટુઅર્ટ બ્રોડે 98 રનની ભાગીદારી કરી હતી. ઈંગ્લેન્ડની છેલ્લી ત્રણ વિકેટે 151 રન ઉમેરતાં યજમાન ટીમ આટલો સ્કોર કરી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 89 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી.
બીજા દિવસની રમતના અંતે ભારતે તેની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા. ભારત તરફથી કોહલીએ સર્વાધિક 49 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રાહુલ અને પૂજારાએ 37-37 રન બનાવ્યા હતા. બીજા દિવસના અંતે ભારત ઈંગ્લેન્ડના સ્કોરથી 158 રન પાછળ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -