24 પર ટીમ ઈન્ડિયાએ ચોથી વિકેટ ગુમાવી ત્યારે ફેન્સ ટેન્શનમાં હતા. આ દરમિયાન જ્યારે ડ્રેસિંગરૂમમાં બધાની નજર ગઈ ત્યારે ચોંકી ગયા હતા. ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટ્સમેન ધોની બેટ ચાવતો નજરે પડ્યો હતો.
માંચેસ્ટરઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝિલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઉતરેલી ભારતીય ટીમની નબળી શરૂઆત રહી હતી. રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી માત્ર 1-1 રન બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. 24 પર ટીમ ઈન્ડિયાએ ચોથી વિકેટ ગુમાવી ત્યારે ફેન્સ ટેન્શનમાં હતા. આ દરમિયાન જ્યારે ડ્રેસિંગરૂમમાં બધાની નજર ગઈ ત્યારે ચોંકી ગયા હતા.
ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટ્સમેન ધોની બેટ ચાવતો નજરે પડ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો કોચ રવિ શાસ્ત્રી તેની પાસે આવે છે અને બંને વચ્ચે કંઈક વાત થાય છે. મહેન્દ્ર સિંહ ધોનીની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
30.3 ઓવર પંડ્યા 32 રન બનાવી આઉટ થતાં ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. તેની સાથે જ ટીમ ઈન્ડિયાની ફાઈનલમાં પહોંચવાની આશા પણ ખતમ થઈ ગઈ હતી.