માંચેસ્ટરઃ ન્યૂઝીલેન્ડે બુધવારે આઈસીસી વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલમાં ભારતને જીતવા 240 રનનો લક્ષ્યાંક આપ્યો છે. મેચ મંગળવારે રમાવાની હતી પરંતુ વરસાદના કારણે પૂરી ન થઈ શકી. બીજા દિવસે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરથી આગળ રમવાનું શરૂ કર્યું ત્યારે જાડેજાએ શાનદાર થ્રો દ્વારા રોસ ટેલરને આઉટ કર્યો હતો. જે બાદ તેણે બાઉન્ડ્રી પર એક શાનદાર કેચ પકડ્યો હતો.
આ દરમિયાન મેદાનમાં પણ શાનદાર ફિલ્ડિંગ કરતાં રન બચાવ્યા હતા. જાડેજાએ 2 મેચમાં કુલ 41 રન બચાવ્યા છે. જે વર્લ્ડકપમાં કોઈ પણ ફિલ્ડર દ્વારા બચાવવામાં આવેલા સૌથી વધુ રન છે. જાડેજાએ બોલિંગમાં 10 ઓવરમાં માત્ર 34 રન આપીને 1 વિકેટ જડપી હતી.
બીજા નંબરે રહેલા ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલે 9 મેચમાં 34 અને ત્રીજા નંબરે રહેલા ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ 9 મેચમાં 32 રન બચાવ્યા છે.
વર્લ્ડકપમાં ફિલ્ડિંગ કરતી વખતે સૌથી વધારે રન બચાવવામાં ટોચ પર છે આ ગુજરાતી ખેલાડી, જાણો વિગત
abpasmita.in
Updated at:
10 Jul 2019 04:12 PM (IST)
વર્લ્ડકપ દરમિયાન વિવિધ ટીમના ખેલાડીઓની શાનદાર ફિલ્ડિંગ પણ જોવા મળી છે. જાડેજાએ 2 મેચમાં કુલ 41 રન બચાવ્યા છે. જે વર્લ્ડકપમાં કોઈ પણ ફિલ્ડર દ્વારા બચાવવામાં આવેલા સૌથી વધુ રન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -