મુંબઈઃ ન્યૂઝીલેન્ડના છ સપ્તાહના પ્રવાસ માટે ભારતીય ટીમની આજે જાહેરાત થશે. ભારતીય ટીમ 24 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા પ્રવાસમાં પાંચ ટી-20 ઈન્ટરનેશનલ, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસીને લઈ મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ પસંદગી પહેલા પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો છે.
કમરની ઈજાના કારણે હાર્દિક પંડ્યા 4 મહિનાથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયા ટીમમાં પસંદ થાય તેવી શક્યતા હતી પરંતુ ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરી શકતા પંડ્યાની વાપસીમાં વિલંબ થશે.
મુંબઈમાં શનિવારે ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયા બાદ પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા-એ ટીમમાં પાણ સામેલ નથી કરવામાં આવ્યો. તેના સ્થાને હવે તમિલનાડુના કેપ્ટન વિજય શંકરને ઈન્ડિયા-એ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે અને તે ન્યૂઝીલેન્ડ રવાના થઈ ચુક્યો છે.
વિદ્યાર્થીઓ ક્લાસના બદલે સડકો પર, મુશ્કેલીમાં છે દેશઃ સુનીલ ગાવસ્કરનું નિવેદન
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે આજે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, ધોની પર રહેશે નજર
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતને લાગ્યો મોટો ફટકો, હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં થયો ફેલ
abpasmita.in
Updated at:
12 Jan 2020 08:22 AM (IST)
મુંબઈમાં શનિવારે ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયા બાદ પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા-એ ટીમમાં પાણ સામેલ નથી કરવામાં આવ્યો. તેના સ્થાને હવે તમિલનાડુના કેપ્ટન વિજય શંકરને ઈન્ડિયા-એ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે અને તે ન્યૂઝીલેન્ડ રવાના થઈ ચુક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -