માનચેસ્ટરઃ માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં આજે પ્રથમ સેમિ ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 46.1 ઓવર થઈ ત્યારે મેચમાં વરસાદ આવતા અટકાવી પડી હતી. જો વરસાદ વધારે પડે અને ન્યૂઝીલેન્ડની ટીમ ફરી બેટિંગમાં ન આવે તો ભારતને ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે નવો ટાર્ગેટ મળી શકે છે. એક ક્રિકેટ વેબસાઇટ પ્રમાણે ન્યૂઝીલેન્ડ ફરીથી બેટિંગમાં ન ઉતરે અને જો 20 ઓવરની મેચ રમાય તો ભારતને 148 રનનો ટાર્ગેટ મળી શકે છે. આ ઉપરાંત DLS પ્રમાણે જો ઓવર કપાય અને મેચ નિયત સમયમાં શરૂ થાય તો ભારતને  46 ઓવરમાં 237 રનનો લક્ષ્યાંક મળી શકે છે. વરસાદના કારણે મેચ બંધ રહી ત્યારે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા હતા. ટેલર 67 અને લાથમ 3 રને રમતમાં છે. હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 kmવર્લ્ડકપ સેમિ ફાઇનલ INDvNZ: મેદાનમાં ઉતરતાં જ ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત