માંચેસ્ટરઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝિલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ જતાં કિવી ટીમનો 18 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી જાડેજાએ આક્રમક 77 રનની ઈનિંગ રમી હતી. ધોનીએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ધોની-જાડેજાએ 115 રનની ભાગીદારી કરી હતી. ભારતે 29 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જ હાર નક્કી થઈ ગઈ હતી. પરંતુ પંત (32 રન) અને પંડ્યા (32 રન)એ પાંચમી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી ટીમને સ્થિરતા આપી હતી, પરંતુ આ બંનેએ મોટા ફટકા મારવાના પ્રયાસના વિકેટ ગુમાવી હતી. જોકે ધોનીનું 49મી ઓવરમાં 50 રન બનાવી રન આઉટ થવું મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો.

બેટ્સમેનોનો કંગાળ દેખાવઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝિલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઉતરેલી ભારતીય ટીમની નબળી શરૂઆત રહી હતી. રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી માત્ર 1-1 રન બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. દિનેશ કાર્તિક પણ 6 રન બનાવી ચોથી વિકેટના રૂપમાં આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 24 રન હતો. આ ઉપરાંત જ્યારે પંત અને પંડ્યા સેટ થઈને સારી બેટિંગ કરતા હતા ત્યારે બંનેએ ખોટા ફટકા મારીને વિકેટ ફેંકી દીધી હતી.

અણીના સમયે જ રોહિત-કોહલી ફસકી ગયાઃ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેટ દ્વારા શાનદાર પ્રદર્શન કરનારા રોહિત શર્મા અને વિરાટ કોહલી મહત્વની મેચમાં જ નિષ્ફળ રહ્યા હતા. બંને માત્ર 1-1 રન બનાવી શક્યા હતા. આજની મેચ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને સિંગલ ડિજિટમાં આઉટ થયું હોય તેવું છેલ્લે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં બન્યું હતું. તે સમયે પણ ભારતની પાકિસ્તાન સામે હાર થઈ હતી.

ન્યૂઝીલેન્ડને લીધું હળવાશથીઃ ટીમ ઈન્ડિયાને સમગ્ર મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડને હળવાશથી લેવું ભારે પડ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમના બેટ્સમેનો જ્યારે ખુલીને રમી શક્તા ન હોતા ત્યારે ટીમ ઈન્ડિયાએ ઓવર થ્રોના રન આપ્યા હતા. આ ઉપરાંત હવામાં ઉછળેલા બોલને કેચ પકડી શક્યા નહોતા. ટીમ ઈન્ડિયા બેટિંગમાં આવી ત્યારે મેટ હેનરી અને બોલ્ટનો સામનો કરી શક્યા નહોતા. હેનરીએ તરખાટ મચાવતા ટોપ ઓર્ડરને છિન્ન-ભિન્ન કરી નાંખ્યો. જેના આઘાતમાંથી ટીમ ઈન્ડિયા ક્યારેય બહાર ન આવી શક્યું.

એક ફાસ્ટ બોલર ન લેવાનું જોખમ પડ્યું ભારેઃ ભારતે વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં એક ફાસ્ટ બોલર, એક સ્વિંગ બોલર, એક મીડિયમ પેસર બોલર, બે સ્પિનર સાથે રમવાનું નક્કી કર્યું હતું. જેના કારણે ટીમ ઈન્ડિયાએ ઈન ફોર્મ બોલર મોહમ્મદ શમીને બહાર રાખ્યો હતો. જેના કારણે ન્યૂઝીલેન્ડ 239 રન કરી શક્યું હતું. જો શમી હોત તો કદાચ ન્યૂઝીલેન્ડ આટલો સ્કોર કરી શક્યું નહોત.




INDvNZ સેમિ ફાઈનલઃ ભારતની હાર ભાળી જઈ ધોની આવી ગયો ટેન્શનમાં, ડ્રેસિંગ રૂમમાં કર્યું આમ

વર્લ્ડકપમાં ફિલ્ડિંગ કરતી વખતે સૌથી વધારે રન બચાવવામાં ટોચ પર છે આ ગુજરાતી ખેલાડી, જાણો વિગત