માંચેસ્ટરઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝિલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઉતરેલી ભારતીય ટીમની નબળી શરૂઆત રહી હતી. રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી માત્ર 1-1 રન બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 રન પર 3 વિકેટ થઈ ગયો હતો.

મેચ પહેલા બોલીવુડ એક્ટર કમાલ આર ખાને ભવિષ્યવાણી કરી હતી. જે સાચી સાબિત થઈ હતી. કમાલ ખાને ટ્વિટ કર્યું હતું કે ભારત અને ન્યૂઝિલેન્ડની મેચમાં રોહિત શર્મા 25 રનની અંદર જ આઉટ થઈ જશે અને મેચમાં તેની ભવિષ્યવાણી સાચી પડી હતી. રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો.


પોતાની ભવિષ્યવાણી સાચી થવા પર કમાલ આર ખાને વધુ એક ટ્વિટ કરીને લખ્યું, રોહિત શર્માને લઈ કરવામાં આવેલી મારી ભવિષ્યવાણી 100 ટકા સાચી સાબિત થઈ. આ ઉપરાંત તેણે મેચને લઈ વધુ એક ટ્વિટ કરીને લખ્યું, મેં કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ ચોથી વખત નહીં હારે અને આ વાત સાચી સાબિત થઈ. ભારતે પહેલા જ મેચમાં પકડ ગુમાવી ચુક્યું છે. બાય બાય બેટ કોહલી, ભારત પરત આવી જાવ અને વિજ્ઞાપન દ્વારા રૂપિયા કમાવ.


કમાલ ખાને આ ટ્વિટ આજે મેચમાં કોહલીના આઉટ થયા બાદ કર્યું હતું. કારણકે આજની મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે અન્ય એક ટ્વિટ કર્યું કે, જો કોહલી આઈપીએલમાં ટીમને વિજેતા ન બનાવી શકતો હોય તો વર્લ્ડકપ કેવી રીતે જીતાડી શકે ?


વર્લ્ડકપમાં ફિલ્ડિંગ કરતી વખતે સૌથી વધારે રન બચાવવામાં ટોચ પર છે આ ગુજરાતી ખેલાડી, જાણો વિગત