ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રિઝર્વ ડેના દિવસે મેચ રમાવાને કારણે ભારતીય ટીમ લય ગુમાવી શકે છે. ફરીથી રિધમમાં આવવામાં ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
મંગળવારે જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ન્યૂઝીલેન્ડની ટીમની મુશ્કેલી વધારી દીધી હતી અને હવે વરસાદ કારણે ફિચ પર ભેજ વધી ગયો છે. જેના કારણે ફાસ્ટ બોલરને મદદ મળશે. જોકે ન્યૂઝીલેન્ડે હવે ચાર જ અવર રમવાની છે. એવામાં ભારતીય ટીમની મુશ્કેલી વધી શકે છે. ન્યૂઝીલેન્ડ પાસે ચાર ચાર ફાસ્ટ બોલર છે અને તે ભારત માટે મુશ્કેલી વધારવા માટે તૈયાર છે.
વરસાદને કારણે હવે બોલ જમીન પર ફાસ્ટ નહીં જાય જેના કારણે ચોગ્ગા લગાવવા મુશ્કેલ થશે અને પિચમાં ભેજવ વધારે હોવાને કારણે બોલરોને મદદ મળશે. એવામાં ભારતના ઓપનર ઝડપથી આઉટ થઈ જાય તો ભારતીય ટીમનું મીડલ ઓર્ડર મુશ્કેલીમાં આવી જશે, કારણ કે પહેલેથી જ ભારતની મીડલ ઓર્ડરને લઈને ટીકા થઈ રહી છે. જેના કારણે ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્મા પર દબાણ વધશે.