અમદાવાદ: ગુજરાત કૉંગ્રેસને માત્ર 24 કલાકમાં બીજો મોટો ઝટકો લાગ્યો છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હજુ ગણતરીના કલાક જ થયા છે ત્યાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ રાજીનામું આપી દિધુ છે.




ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ કહ્યું, મારે વિકાસના કામ કરવા હતા એટલે મે રાજીનામું આપ્યું છે. મારા પર કોઈપણ જાતનું દબાણ નહોતું. મને આદેશ મળશે એટલે હું ભાજપમાં જોડાઈશ.



પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. કોગ્રેસના ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપીઆ સોંપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં જ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો પક્ષ છોડતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

વાંચો :ભાજપનો ખેસ ધારણ કરતાં જ જવાહર ચાવડાએ શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતે