રાંચી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ વનડે મેચ સીરીઝની આજે ત્રીજી વનડે રાંચીમાં રમાઇ હતી.  આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આર્મીની કેપ પહેરીને મેદાનમાં ઉતરી  હતી. એટલું જ નહીં ટીમ ઈન્ડિયા આ મેચની ફિ પણ પુલવામા શહીદ થયેલા જવાનોના પરિવારને આપશે.


ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ પહેલા ટીમને સીઆરપીએફ જવાનોની ટોપી ભેટ આપી હતી. અને ભારતીય ટીમ એ ટોપી પહેરી મેદાનમાં ઉતરી હતી. બીસીસીઆઈએ પણ તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

કયો ખેલાડી છે કયા ગ્રેડમાં ને કેટલા મળે છે તેમને વર્ષના રૂપિયા, જાણો BCCIના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ વિશે


બીસીસીઆઈએ મેચ પહેલા વીડિયો શેર કરીને લખ્યું કે, ભારતીય ટીમ આજે જવાનોની કેપ પહેરીને પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજિલ અને ભારતીય સેનાને સન્મામ આપી રહી છે. સાથે એ પણ લખ્યું કે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આજે મેચની પોતાની ફીસ નેશનલ ડિફેન્સ ફંડને શહીદોના બાળકોના અભ્યાસ માટે આપશે.

BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ જાહેર, પંત-બૂમરાહ મળ્યુ ઇનામ, ધવન-ભૂવીનું પત્તુ કપાયુ, જાણો વિગતે

ઉલ્લેખનીય છે જમ્મુ-કાશ્મીરના પુલવામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 થી વધુ જવાનો શહીદ થયા હતા.