નવી દિલ્હીઃ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા પછી વિરાટ સેના પહેલી વાર આજે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાનો આગામી લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયામાં રમનાર 2020નો ટી-20 વર્લ્ડકપ છે. ટી-20 એવો ફોર્મેટ છે જેમાં આજે ભારતની વિરુદ્ધ રમનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ મહારત ધરાવે છે. વિન્ડીઝ માટે વર્લ્ડકપ 2019 નિરાશાજનક રહ્યો હતો. પોઈન્ટ્સ ટેબલમાં તેઓ માત્ર અફઘાનિસ્તાન કરતા આગળ હતા. બંને દેશ ફ્લોરિડા ખાતે 3 મેચની સિરીઝની પ્રથમ ટી-20 આજે રમશે જેની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે થશે.

યુવા ખેલાડી શ્રેયસ ઐય્યર તથા મનીષ પાંડે માટે આ પ્રવાસ મહત્ત્વપૂર્ણ બની રહેશે. તેઓ ટીમમાં પોતાની ઉપયોગીતા પૂરવાર કરવાનો પ્રયાસ કરશે. કોહલીને સીમિત ઓવરો ફોર્મેટમાં આરામ આપવાની શક્યતા હતી પરંતુ સ્ટાર ફોસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બાદ કરતાં પૂરી મજબૂત ટીમ પસંદ કરવામાં આવી છે. બુમરાહ 22 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરીઝ રમશે. હાર્દિક પંડ્યાને સમગ્ર ટૂર માટે આરામ આપવામાં આવ્યો છે.

શ્રેયસ અય્યર અને મનીષ પાંડે માટે આ પ્રવાસ મહત્વપૂર્ણ હશે જેનો ઉદ્દેશ્ય પોતાની ઉપયોગિતા પુરવાર કરવાની રહેશે. પાંડેએ ભારત માટે છેલ્લી મેચ નવેમ્બર 2018માં અને અય્યરે ફેબ્રુઆરી 2018માં રમી હતી. ભારતની સામે પડકાર મધ્યક્રમની સમસ્યાઓથી ઉકેલ મોકલવાનો પણ હશે. પાંડે અને અય્યર બંને વિન્ડીઝ પ્રવાસ પર ગયેલી ભારત-એ ટીમનો હિસ્સો હતો અને સારી ઇનિંગ રમી ચૂક્યો છે. સ્પિનર વોશિંગટન સુંદર અને ફાસ્ટ બોલર ખલીલ અહમદ તથા દીપક ચાહર પણ ટી20 ટીમમાં પર ફર્યા છે. ફાસ્ટ બોલર નવદીપ સૈની અને દીપકનો ભાઈ રાહુલ પણ ટીમમાં છે.

ભારત રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા અને વોશિંગ્ટન સુંદરમાંથી કોને કોને પ્લેઈંગ 11માં તક આપે છે તે પણ જોવાનું રહેશે. બોલિંગમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ ખલીલ અહેમદને સ્થાન મળે તે લગભગ નક્કી છે. જયારે કોહલી પાસે દિપક ચહર અને નવદીપ સૈની જેવી પ્રતિભા પણ છે. અનકેપ્ડ રાહુલ ચહર ટીમમાં એક માત્ર લેગ-સ્પિનર છે અને તેનું રમવું લગભગ નક્કી છે.