નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ શરૂ થાય તે પહેલા જ સાઉથ આફ્રિકન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકન ફાસ્ટ બૉલર એનરિક નોર્ટ્ઝે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાથી બહાર થઇ ગયો છે. ઇજાના કારણે હવે એનરિક નોર્ટ્ઝે ભારત સામેની 26 ડિેસેમ્બરથી શરૂ થઇ રહેલી બૉક્સિંગ ડે ટેસ્ટમાં નહીં રમે. આ વાતની જાણકારી ખુદ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે આપી છે. જોકે એનરિક નોર્ટ્ઝેની જગ્યાએ ટીમમાં કોને સામેલ કરવામાં આવ્યો છે તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. 


સીએસએએ ટ્વીટર પર કહ્યું-એનરિક નોર્ટ્ઝે સતત ઇજાગ્રસ્ત રહેવાના કારણે ભારત વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાથી બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ હજુ સુધી કોઇને પણ ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. 






ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી એટલે કે બૉક્સિંગ ડે ટેસ્ટ રમાશે. એનરિક નોર્ટ્ઝે બહાર થવાથી હવે કગિસો રબાડા અને લુંગી એનગીડી પર જવાબદારી વધી ગઇ  છે. 






---



ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)


વન-ડે સીરિઝનું શિડ્યુલઃ
પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)