અઝહરુદ્દીનના પુત્ર સાથે થયા સાનિયા મિર્ઝાની બહેનના નિકાહ, જુઓ અંદરની તસવીરો
મિર્ઝા પરિવાર.
અનમ અને અસદ સાનિયા મિર્ઝાના પુત્ર સાથે
ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન તેના પુત્ર અને પુત્રવધૂ સાથે.
અનમ મિર્ઝાએ અને અસદે લગ્નની અનેક ખૂબસુરત તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. અનમ અને અસદના નિકાહમાં બંનેના પરિવાર અને નજીકના મિત્રો સામેલ થયા હતા.
દુલ્હનના ડ્રેસમાં અનમ કોઈ અપ્સરાથી કમ નહોતી લાગતી. અનમે તેના લગ્નમાં પિંક કલરના ટ્રેડિશનલ આઉટફિટની સાથે પર્પલ કલરનો દુપટ્ટો પહેર્યો હતો. ડ્રેસની સાથે હેવી નેકલેસ, નથડી અને કાનમાં ઝૂમરમાં તે ગોર્જિયસ લાગતી હતી.
લગ્ન પહેલા અસદ અને અનમના ડેટિંગના સમાચાર વાયરલ થયા હતા. જેને બાદમાં સાનિયા મિર્ઝાએ પુષ્ટિ કરી હતી.
અસદુદ્દીન સાથ અનમના આ બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન બિઝનેસમેન બોયફ્રેન્ડ અકબર રશીદ સાથે થયા હતા પરંતુ થોડા જ સમયમાં બંનેએ છુટાછેડા લઈ લીધા હતા.
અસદે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી. અનમ અને અસદ બંનેએ લગ્નના ડ્રેસમાં એકબીજાને કોમ્પલિમેંટ કર્યા હતા.
સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝાના ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના દીકરા મોહમ્મદ અસદ સાથે લગ્ન થઈ ગયા છે. અનમ અને અસદ નિકાહ કરીને લગ્નના બંધનમાં બંધાયા છે.