નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેને કિંગ્સ ઇલેવન પંજાબે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની આગામી સીઝન માટે પોતાના મુખ્ય કોચ તરીકે નિમણૂંક કરી છે. ટીમ મેનેજમેન્ટે ખુદ તેની જાણકારી આપી છે.


ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને કોચ રહી ચૂકેલા અનિલ કુંબલે એકવાર ફરી કોચિંગમાં હાથ અજમાવશે. 48 વર્ષનો કુંબલે આઈપીએલમાં એકમાત્ર ભારતીય કોચ છે. પંજાબ આઈપીએલની ત્રીજી ટીમ હશે, જેની સાથે કુંબલે જોડાશે. આ પહેલા તેઓ બેંગલુરુ અને મુંબઈની ટીમ સાથે જોડાઈ ચુક્યાં છે.



કુંબલે પંજાબની ટીમમાં ન્યૂઝીલેન્ડના માઈક હેસનનું સ્થાન લેશે. જેણે ઓગસ્ટમાં આઈપીએલમાં રમનારી ટીમથી પોતાને અલગ કરી દીધો હતો. હેસને ટીમની સાથે બે વર્ષનો કરાર કર્યો હતો પરંતુ તેણે અધવચ્ચે જ પોતાનું પદ છોડી દીધું હતું.

વિરાટ કોહલીએ ટેસ્ટમાં ફટકારી સાતમી બેવડી સદી, અનેક રેકોર્ડ તોડ્યા

રબાડાના ઓવરથ્રૉની કોહલીએ મજાક ઉડાવી, મેદાન પર એવી વિચિત્ર એક્શન કરી કે લોકો હસવા લાગ્યા, વીડિયો વાયરલ