ગેઈલ-મલિંગા-મુરલી વિજય સહિતના 10 ખેલાડીઓ પ્રથમ દિવસે અનસોલ્ડ, જાણો વિગતે
અગાઉ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સમાં રમી ચુકેલો ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ પણ પ્રથમ દિવસે અનસોલ્ડ રહ્યો હતો.
ભારતના ટેસ્ટ ઓપનર મુરલી વિજય પર પ્રથમ દિવસે કોઈ આઈપીએલ ટીમે બોલી નથી લગાવી.
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉંડર જેમ્સ ફોકનરને પણ પ્રથમ દિવસના ઓક્શનમાં કોઈ ટીમે નથી ખરીદ્યો.
ન્યૂઝિલેંડના દિગ્ગજ બેટ્સમેન માર્ટિન ગપ્ટિલને પણ કોઈ ટીમે નથી ખરીદ્યો
ભારતના ફાસ્ટ બોલર ઈશાંત શર્માને પણ કોઈ ટીમે નથી ખરીદ્યો
પાર્થિવ પટેલને પણ પ્રથમ દિવસે નિરાશા હાથ લાગી હતી, તેને પણ કોઈ ટીમે નથી ખરીદ્યો.
ઈંગ્લેંડના કેપ્ટન જો રૂટને પણ આજે કોઈ ટીમે નથી ખરીદ્યો.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન હાશિમ અમલાને પ્રથમ દિવસે કોઇ પણ ટીમે ખરીદ્યો નથી.
IPL-11માં શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાને પ્રથમ દિવસે કોઇ પણ ટીમે ખરીદ્યો નહોતો.
નવી દિલ્લી: પોતાની શાનદાર બેટિંગના કારણે એક જ ઓવરમા મેચને પલટાવનારા ક્રિસ ગેઈલને અત્યાર સુધી કોઈએ ખરીદ્યો નથી. ટી-20ના બાદશાહ ગણાતા વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેઇલને કોઇ પણ ટીમે ખરીદ્યો નહોતો. તેની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.