IPL Auction: વિદેશી વિકેટકિપરો પર ભારે પડ્યા ભારતીય વિકેટકિપરો, જાણો કોણ કેટલામાં ખરીદાયું
નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ના 11મી સીઝન માટે ખેલાડીઓની હરાજી શરૂ થઈ છે. આ અગિયારમી સીઝનમાં વિદેશી વિકેટકીપરો પર ભારતના વિકેટકીપરો ભારે પડ્યાં છે. અત્યાર સુધી ઈગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને સૌથી વધુ કિંમત મળી હતી. વિદેશી અને ભારતીય વિકેટકીપરોને વિશ્વાસ પણ નહતો કે આઈપીએલ ઓક્સનમાં આટલો ભાવ મળશે. ભારતીય વિકેટકીપરોમાં સંજુ સૈમસનને 8 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલે ખરીદ્યો હતો. વિદેશી વિકેટકીપરોમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન બટલરને 4.40 કરોડ મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ આફ્રિકાનો વિકેટકીપર ક્વિન્ટોન ડી કોક 2.80 કરોડમાં રોયલ ચેલેન્જરે ખરીદ્યો છે.
ચેન્નઈ સુપર કિંગ્સે ભારતીય વિકેટકીપર અંબાતી રાયુડૂને 2.20 કરોડમાં ખરીદ્યો છે. આઈપીએલ 2017માં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન આકર્ષિત કરનાર મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન અંબાતી રાયડુએ પોતાની શાનદાર રમતથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ પોતાની પ્રશંસા કરવા મજબૂર કરી દીધો હતો.
ઈંગ્લેન્ડનો વિકેટકીપર અને બેટ્સમેન જોસ બટલરને રાજસ્થાન રોયલ્સે 4.40 કરોડમાં ખરીદ્યો હતો.
રિદ્ધીમાન સાહાને સનરાઈઝર હૈદરાબાદની ટીમે 5 કરોડમાં ખરીદ્યો હતો. રિદ્ધિમાન સાહા મહેન્દ્ર સિંહ ધોનીની ખોટ પૂરી પાડી રહ્યો છે. જો સાહાની બેટિંગની વાત કરવામાં આવે તો તે એક શાનદાર બેટસમેન છે. ટેસ્ટ ક્રિકેટ માટે તે યોગ્ય ખેલાડી માનવામાં આવે છે.
રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને 8 કરોડમાં ખરીદ્યો હતો. આ અગાઉ સંજુ સેમસન દિલ્લી ડેરડેવિલ્સમાંથી રમી ચુક્યો છે.
ભારતીય ટીમમાંથી ઓલ રાઉન્ડરની છબી ધરાવનાર રોબિન ઉથ્થપાને 6.40 કરોડમાં કોલકત્તા નાઈટ રાયડર્સે ખરીદ્યો હતો. કોઈ પણ ટીમમાંથી રમી રહેલ ઉથ્થપા ઓપનિંગ બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે.
વિકેટકીપર દિનેશ કાર્તીક 7.40 કરોડ ખરીદ્યો હતો. વર્ષ 2016માં દિનેશ કાર્તિકે દીપિકા પલ્લીકલના સાથે લગ્ન કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -