IPL 2018: મજૂર દિવસ પર ધોનીએ કર્યું કંઈક આવું, ફેન્સે કર્યા વખાણ
ટ્વિટર પર CSKએ લખ્યું કે, ‘રમત સારી રીતે રમાય તે માટે મદદ કરતા બધા લોકો માટે આ આંતરાષ્ટ્રીય લેબર ડે ખુશી આપનારો છે. પુના અને ચેપોક સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને મળો.’
હકીકતમાં, 1 મેંના રોજ મજદૂર દિવસ હોય છે. આ દિવસે ધોનીએ ચેન્નાઈ અને પુનાના સ્ટેડિયમમાં કામ કરતા મજદૂરોની મુલાકાત લીધી હતી.ધોની અને ગ્રાઉન્ડ સ્ટાફની તસવીરને ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. આ તસવીર સાથે ધોનીની પણ ખુબ પ્રશંસા કરવામાં આવી છે. તસવીરમાં ધોની બંને મેદાનોના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર શાનદાર બેટિંગથી બધાને પોતાના તરફ આકર્ષિત કરનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેદાન બહાર એક એવું કામ કર્યું છે જેણે તેના ફેન્સનું દીલ જીતી લીધું છે. માહીના નામથી જાણીતા આઈપીએલ-11માં ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન ધોની હાલમાં પોતાના જૂના ફોર્મમાં પરત આવ્યા છે. જોકે મંગળવારે ધોનીની એક દિલખુશ કરી દે એવી એક તસવીર સામે આવી છે.