પોતાના સ્વાર્થ માટે ધોનીની ટીમમાં સામેલ થયો છે આ ખેલાડી, કર્યો ચોંકાવનારો ખુલાસો
જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કોચ જ્હોન બુકાનને એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્ક વૉટસનને પોતાની ટીમ માટે ‘કેન્સર’ માનતો હતો. વોટસન અને ક્લાર્ક વચ્ચે બેટિંગ ઓર્ડરને લીધે ઘણીવાર ઝઘડા થતા રહેતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ખુલાસો કર્યો કે, ‘હું અહીં ધોનીની સાથે સાથે પોતાના સ્વાર્થ માટે પણ છું. હું જોવા માગું છું કે, ધોનીનું દિમાગ કેવી રીતે કામ કરે છે અને કેવી જબરદસ્ત રીતે મેચને પરખે છે. મને IPLમાં ઉમદા ખેલાડીઓ સાથે રમવાની તક મળી અને ધોની આ લિસ્ટમાં સૌથી ઉપર છે.’
નવી દિલ્હીઃ અંદાજે એક દાયકા બાદ ચેન્નઈ સુપર કિંગ્સની સાથે બીજા આઈપીએલ ખિતાન તરફ આગળ વધી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોટ્સને આઈપીએલની 11મી સીઝનમાં પોતાના સારા ફોર્મ માટે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર માન્યો છે. બે વર્ષના સસ્પેન્શન બાદ આપીઈલેમાં વાપસી કરનારી ચેન્નઈએ શાનદાર પ્રદર્શન કરતાં ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.
વોટસને કહ્યું કે, ‘ચેન્નઈની ટીમમાં રમવાની તક મળવાને કારણે હું પોતાને ભાગ્યશાળી માની રહ્યો છું. મને આ આખી સીઝનમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવાની તક મળી. મેં કેટલીક ઓવર્સમાં બોલિંગ પણ કરી જ્યાં ધોનીને મારી જરૂર હતી.’
ચેન્નઈની આ સફળતામાં પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોટસનની મોટી ભૂમિકા રહી છે. તેણે આ સીઝનમાં એક સદી અને એક અર્ધસદી સાથે 438 રન બનાવવાની સાથે 6 વિકેટ પણ ઝડપી છે. પોતાના પ્રદર્શન માટે વોટ્સને ધોનીનો આભાર માન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -