આ રીતે તમે સસ્તામાં મેળવી શકો છો પેટ્રોલ-ડીઝલ
ઉપરોક્ત રીત ઉપરાંત તમે વાહનો હંકારવાના માપદંડને આધારમાં રાખી પેટ્રોલની બચત કરી શકો છો. જેમ કે, રેડલાઈટ પર વાહનને ચાલુ ન રાખવું જોઈએ. આ ઉપરાંત કારની ઝડપ 40-50 કિ.મી વચ્ચે રાખીને પણ તમે 20 ટકા સુધીનું ઈંધણ બચાવી શકો છો.
પેટ્રોલ કંપનીઓ વધારે વપરાશકર્તા ગ્રાહકો માટે પણ વિશેષ ઓફર લાવે છે. આ બાબતે હંમેશા નજર રાખવી જોઈએ અને કંપનીઓની ઓફરનો લાભ ઉઠાવવો જોઈએ.
ભીમ એપ્લિકેશન દ્વારા પણ તમે છૂટનો લાભ લઈ શકો છો. ભીમ એપ દ્વારા દર મહિને તમને 750 સુધીનું કેશબેક મળી શકે છે. પેટ્રોલ-ડીઝલ ખરીદવાથી આ ફાયદો મળી શકે છે. આ સાથે જ ભીમ એપ્લિકેશનથી પહેલું પેમેન્ટ કરવાથી 51 રુપિયાનું કેશબેક મળે છે.
અનેક બેંક પોતાના ક્રેડિટ-ડેબિટ કાર્ડ પર ફ્યૂઅલ સરચાર્જમાં છુટ આપે છે. અનેક બેંક પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર અલગથી કાર્ડ પણ આપે છે. જેમનો ઉપયોગ કરીને પણ છુટ મેળવી શકાય છે. જોકે આ માટે કેટલીક શરતો રાખવામાં આવતી હોય છે.
ઈન્ડિયન ઓઈલના એક્સ્ટ્રા રિવોર્ડ્સ લોયલ્ટી પ્રોગ્રામનો ભાગ બનીને તમે પેટ્રોલ ડીઝલ પર ખર્ચ કરી શકો છો. આમ કરવાથી પણ તમે રિવોર્ડ પોઈન્ટ મેળવી શકો છો.
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કિંમત એક વખત ફરી રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલા વધારાને કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. સોમવારે પેટ્રોલની કિંમતમાં 33-34 પૈસા અને ડીઝલની કિંમત 25-27 પૈસાનો વધારો નોંધાયો છે. તેની સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 76.57 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 67.82 રૂપિયા પ્રતિ લિટરની રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગયું છે. જોકે આ મોંઘવારીમાં તમે કેટલીક એવી રીતે પણ છે જેનો ઉપયોગ કરીને તમે સસ્તામાં પેટ્રોલ ડીઝલ મેળવી શકો છો.
જો તમો પેટ્રોલ માટે રોકડમાં પેમેન્ટ કરશો તો જેટલી કિંમત હશે તેટલું જ પેમેન્ટ કરવું પડશે પરંતુ જો કેશલેસ માધ્યમ હશે તો તમને 0.75 ટકા છુટ મળી શકે છે. આ કારણે કેશલેસ પેમેન્ટમાં તમને સરળતા રહે છે.
તમે મોબાઈલ વોલેટનો ઉપયોગ કરીને પણ છૂટનો લાભ લઈ શકો છો. મોબિક્વિકનો ઉપયોગ કરવાથી 10 ટકાની છૂટ મળે છે. તમારે ઓછામાં ઓછું 50 રૂપિયાનું પેટ્રોલ પૂરાવવું પડશે. આ પછી જે સુપરકેશ મળશે તેના પાંચ ટકાનો ઉપયોગ તમે પેટ્રોલ-ડીઝલ લેવા માટે કરી શકશો.