મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈને 8 વિકેટથી હરાવ્યું, રોહિત શર્માની શાનદાર અડધી સદી
નવી દિલ્હી: સતત હારનો ક્રમ તોડતા મુંબઈ ઈન્ડિયન્સે પોતાની સાતમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવી દીધું છે. ટોસ હારીની પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 169 રન બનાવ્યા હતા અને મુંબઈએ જીત માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ ઈન્ડિયન્સની આ બીજી જીત છે. આ જીત સાથે મુંબઈની ટીમ છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. મુંબઈ તરફથી રોહિત શર્માએ 33 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 56 રન બનાવ્યા હતા. એવિન લુઈસે 43 બોલમાં 47 રન બનવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 44 રનનું યોગદાન આપ્યું હતું.
આઈપીએલ 2018માં મુંબઈ ટીમની શરુઆત ખૂબજ નિરાશાજનક રહી છે. મુંબઈની ટીમ આ સીઝનમાં અત્યાર સુધી 7 મેચ રમી ચુકી છે જેમાં પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે
ચેન્નઈ તરફથી સુરેશ રૈનાએ આક્રમક બેટિંગ કરતા સર્વાધિક રન 75 રન બનાવ્યા છે. અંબાતી રાયડૂ 47 રન અને ધોની 26 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -