'સ્ટેડિયમની બહાર જનારા બોલ પર સિક્સના બદલે આઠ રન આપવા જોઈએ', ભારતના ક્યા ક્રિકેટરે કરી આ કોમેન્ટ?
હવે તો તમને સમજમાં આવી ગયું હશે કે ધોનીએ આ વાત મજાકમાં કહી. આ મેચમાં સેમ બિલિંગ્સને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો. સેમ એ 23 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 56 રનની ઇનિંગ્સ રમ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીએ કહ્યું કે તેમના પણ ધબકારા વધ્યા છે અને આ જ કારણ છે કે ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ બનાવાયો છે. ધોનીએ કહ્યું કે બંને ટીમે શાનદાર બેટિંગ કરી, બંને બાજુથી બોલર્સ માટે કઠિન સમય રહ્યો પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે લોકોને ખૂબ મજા આવી.
પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં ધોનીએ આ વાત કહી. જીત બાદ વિનિંગ ટીમ કેપ્ટનના તરીકે પોતાની વાત મૂકતા ધોની એ કહ્યું કે બે વર્ષ બાદ પરત ફર્યા બાદ જીત મળી છે તો સારું લાગે છે. નોંધનીય છે કે, આ પહેલા સીએસકે ઉપર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો અને બે વર્ષના પ્રતિબંધ બાદ આ વર્ષે ટીમ પરત ફરી હતી. ધોનીએ કહ્યું કે તમામ ખેલાડી ભાવુક હતા પરંતુ સૌને કહેવામાં આવ્યું હતું કે ભાવનાઓ પર કાબૂ રાખો.
ચેન્નાઈઃ ચેન્નાઇમાં રમાયેલ આઇપીએલની પાંચમી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 5 વિકેટથી હરાવી દીધું. આ રોમાંચક મેચમાં છગ્ગાનો વરસાદ જોવા મળ્યો. ચેન્નાઇ ભલે મેચ જીતવામાં સફળ રહ્યું પરંતુ સિક્સર્સના મામલામાં બાજી કોલકત્તા નાઇટ રાઇડર્સના હાથમાં લાગી. ચેન્નાઈએ 14 છગ્ગા માર્યા તો કેકેઆરની તરફથી 17 સિક્સર્સ લાગી. કેકેઆર તરફતી માત્ર રસલ એ એકલાએ જ 11 છગ્ગા ફટકાર્યા. જોકે મેચ બાદ ધોનીએ છગ્ગા લગાવવા પર આઠ રન આપવાની વાત કરી હતી.
આ દરમ્યાન હર્ષ ભોગલે સાથે વાત કરતાં હલકા ફૂલકા અંદાજમાં કહ્યું કે મેચમાં કેટલા છગ્ગા લાગ્યા. કેટલાંક છગ્ગા તો સ્ટેડિયમથી બહાર પણ ગયા. મને લાગે છે કે સ્ટેડિયમની બહાર જનાર છગ્ગા પર આઇપીએલને 2 રન એક્સ્ટ્રા આપવા જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -