IPL 2018: કેપ્ટન તરીકે ભારતીય ટીમને મળ્યો વધુ એક નવો ‘હીરો’, જાણો કોણ છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કપ્તાની કરી રહ્યો છે. આઈપીએલની 11મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબે તેને કેપ્ટન બનાવ્યો છે. અશ્વિનની કેપ્ટનશિપમાં ટીમે અત્યાર સુધીમાં સાતમાંથી પાંચ મેચ જીતી છે.
કિંગ્સ ઇલેવન પંજાબના આઈપીએલમાં સારા દેખાવ અંગે હોડે કહ્યું, ‘પંજાબની આ સફળતાનું રહસ્ય તેની ઓક્શનમાં જ છુપાયેલું છે. અમે ઓક્શનમાં એક ખાસ યોજના સાથે ઉતર્યા હતા અને તેના પર અમે સારી રીતે અમલ પણ કર્યો.’
અશ્વિનના નેતૃત્વમાં આઈપીએલ 108માં કિંગ્સ ઇલેવન પંજાબનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો છે.
હોજે કહ્યું, ‘મુજીબની આટલી નાની ઉંમરમાં તેના ક્ષમતા પર ભરોસો મૂકીને તેનો ઉત્સાહ વધાર્યો છે. હું અશ્વિનની કેપ્ટનશિપને પણ શ્રેય આપીશ. તે ખેલાડીઓનો ઉત્સાહ વધારતો રહે છે. સારો કેપ્ટન યુવ ખેલાડીઓને તેમની પ્રતિભા નિખારવામાં મદદ કરે છે.’
‘તે હજુ 17 વર્ષનો છે અને અશ્વિને તેના પર સંપૂર્ણ ભરોસો દર્શાવ્યો છે. કિંગ્સ ઇલેવનની સાત મેચમાં રમ્યો છે અને 6.51ની સરેરાશથી 7 વિકેટ લીધી છે. દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચમાં તેણે અંતિમ ઓવરમાં જે રીતે બોલિંગ કરી તેનાથી યુવા ખેલાડીનો આત્મવિશ્વાસ વધ્યો છે.’
પંજાબના હેડ કોચ બ્રેડ હોજે કહ્યું કે, ‘કોઇપણ ખેલાડીના વિકાસમાં કેપ્ટનની મુખ્ય ભૂમિકા હોય છે. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહમાનના શ્રેષ્ઠ પ્રદર્શનનું એક કારણ અશ્વિનના નેતૃત્વમાં રમવું પણ છે.’
અશ્વિનની કેપ્શનશિપની પ્રશંસા ભારતનો પૂર્વ ઓપનર અને કિંગ્સનો મેન્ટર વીરેન્દ્ર સહવાગ પણ કરી ચૂક્યો છે. હવે ટીમના કોચે પણ અશ્વિનના વખાણ કર્યા છે.