KXIP vs RR :રાજસ્થાન રોયલ્સે પંજાબને જીત માટે 153 રનનો લક્ષ્યાંક આપ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2018 09:44 PM (IST)
ઈન્દોર: કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે. પંજાબે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રોયલ્સે પંજાબને જીત માટે 153 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બટલરે 51 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મુજિબુરનીએ 3 અને ટાઈએ 2 વિકેટ ઝડપી હતી. બંને ટીમ તેમની પાછલી મેચ હારી ચૂકી છે. રાજસ્થાનને હૈદરાબાદ અને દિલ્હ તો પંજાબને હૈદરાબાદ અને મુંબઈએ હાર આપી હતી. બંને ટીમો હાલ અન્ય એક હાર સહન કરવાની સ્થિતિમાં નથી. કારણકે તેનાથી તેમના પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઉપર ખરાબ અસર થઈ શકે છે. આ મેચ બંને માટે કરો યા મરોની સ્થિતિ જેવી છે. રાહુલ ગાંધી મારા મોટા ભાઈ સમાન, લગ્નની વાત અફવા, જાણો કઈ યુવતીએ કર્યો આ ખૂલાસો