IPL 2018: ચાલુ સીઝનમાં આ ગુજરાતી પ્લેયરને પ્રથમ વખત તક મળતાં જ દેખાડ્યો દમ, જાણો વિગત
પાર્થિવે આજની મેચમાં 41 બોલમાં 129.26ના સ્ટ્રાઇક રેટથી 53 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગલોરઃ આઈપીએલની વર્તમાન સીઝન રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઈ છે. ટોચની 3 ટીમોને બાદ કરતાં ક્વોલિફાય થનારી ચોથી ટીમ બનવા બાકીની તમામ ટીમો વચ્ચે હોડ જામી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચાલુ સીઝનમાં પ્રથમ વખત ટીમમાં ગુજરાતી વિકેટ કિપર બેટ્સમેન પાર્થિવ પટેલનો સમાવેશ કર્યો છે. પાર્થિવ મળેલી તકનો ફાયદો ઉઠાવીને અડધી સદી ફટકારી હતી. જોકે સામા છેડાથી તેને કોઇ બેટ્સમેનનો સપોર્ટ મળ્યો નહોતો, જેના કારણે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો.
બેંગ્લોરે 84 રનના સ્કોર પર પાર્થિવના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી તેમાંથી પાર્થિવના એકલાના જ 53 રન હતા. જેના પરથી તેની ઇનિંગ કેટલી મહત્વની હતી તેનો અંદાજ લગાવી શકાય છે.
બેંગ્લોરની ટીમમાં 1થી 8 નંબરના બેટ્સમેનને બાદ કરતાં કોઈ પણ ખેલાડી ડબલ ફિગરમાં પણ પહોંચી શક્યો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -