IPLમાં આ ખાસ સિદ્ધિ મેળવનારો ભારતનો જ નહીં એશિયાનો પ્રથમ ખેલાડી બન્યો રોહિત શર્મા, જાણો વિગત
ઈન્દોરમાં રોહિત શર્માના ફેન્સે કંઈક આ પ્રકારનું પોસ્ટર કેમેરા સામે દેખાડ્યું હતું.
રોહિત શર્મા ટી20 ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનારો પ્રથમ એશિયન ખેલાડી બની ગયો છે. જ્યારે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે સિક્સ મારનારો બીજો ખેલાડી બન્યો હોવાની જાણકારી મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટ કરીને આપી છે.
આઈપીએલ 2018માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી થઈ નથી. ગત વર્ષની વિજેતા મુંબઈ ચાલુ વર્ષે 9 મેચમાંથી કુલ ત્રણ મેચમાં જ જીત મેળવી શકી છે. જોકે, તેમ છતાં પ્લઓફ માટે તેની આશા જીવંત છે.
ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે રોહિત પ્રથમ ભારતીય નહીં પરંતુ એશિયામાં આવું કારનામું કરનારો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. રોહિત ટી-20માં અત્યાર સુધીમાં 300 સિક્સર ફટકારી ચૂક્યો છે.
આ સાથે જ રોહિત શર્માએ એક અન્ય રેકોર્ડ પણ મેચમાં બનાવ્યો હતો. રોહિત શર્મા ટાર્ગેટનો પીછો કરતી વખતે 17 વખત નોટ આઉટ રહ્યો છે અને દરેક વખતે ટીમની જીત થઈ છે. જેમાં 13 વખત મુંબઈ ઈન્ડિયન્સ અને 4 વખત ડેક્કન ચાર્જર્સ તરફથી નોટઆઉટ રહ્યો હતો.
ઈન્દોરઃ શુક્રવારે સાંજે ઈન્દોરમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે જીત મેળવનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હજુ પણ પ્લેઓફની દોડમાં છે. 174 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 1 ઓવર બાકી હતી ત્યારે જ ટાર્ગેટ હાંસલ કરી લીધો. પંજાબ સામે અણનમ 24 રન બનાવનારા રોહિત શર્માએ આ મેચમાં એવા કેટલાક રેકોર્ડ બનાવી નાંખ્યા જે અન્ય બેટ્સમેનો માટે તોડવા મુશ્કેલભર્યા હોઇ શકે છે.