IPL 11: આજે ચેન્નાઈ સામે વાદળીના બદલે ગુલાબી ડ્રેસમાં નજરે પડશે રાજસ્થાનની ટીમ, જાણો શું છે કારણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુલાબી રંગ સ્તન કેસર, જાંબુડિ રંગ મોં ના કેન્સર અને બર્ગન્ડી કલર ગળાના કેન્સરનું પ્રતીક છે. રાજસ્થાન વતી બુધવારથી શરૂ કરવામાં આવેલા કેન્સર આઉટ અભિયાનમાં કેપ્ટન અજિંક્ય રહાણેની સાથે ટીમના હેનરિક ક્લાસેન, કૃષ્ણપ્પા ગૌથમ અને મહિપાલ લોહરોરે પણ લોકોને અભિયાનમાં સામેલ થવા જણાવ્યું હતું
રહાણેએ એક નિવેદનમાં કહ્યું કે, એક ખેલાડી તરીકે હું વિચારું છે, પરંતુ કેન્સર મુક્ત સમાજની દિશામાં એક મોટું પગલું છે. આ દિશામાં જાગ્રુતતા લાવવા માટે અમે શક્ય તેટલો વધારે પ્રયાસ કરીશું.
આજની મેચમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડી તેની બ્લૂ જર્સીમાં નહીં પરંતુ ગુલાબી કપડાંમાં નજરે પડશે. કેન્સર પ્રત્યે લોકોને જાગ્રુત કરવા માટે શુક્રવારે ચેન્નાઈની ટીમ તેના પરંપરાગત કલર વાદળીના બદલે ગુલાબી કરવામાં જોવા મળશે.
જયપુરઃ રાજસ્થાન રોયલ્સે તેના હોમ ગ્રાઉન્ડ સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર આજે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. IPL 2018માં રાજસ્થાન રોયલ્સ પાસે પ્લેઓફમાં પ્રવેશ માટે ઘણા ઓછા મોકા રહ્યા છે. આ સ્થિતિમાં અજિંક્ય રહાણે જીત હાંસલ કરવા માટે દરેક પ્રકારના બદલાવ પર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સની ટીમ આગામી મેચમાં તેના બદલાયેલા લુકમાં નજરે પડશે. જોકે તેની પાછળ કોઈ ટીમ સ્ટ્રેટેજી નથી.
રાજસ્થાન રોયલ્સના ક્રિકેટરોએ પ્રેક્ટિસ સત્રમાં પણ ગુલાબી ડ્રેસમાં જ ભાગ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -