IPL 2018: કોહલી-ગેઈલને પણ ટક્કર આપે એવી બેટિંગ છે આ 20 વર્ષીય ખેલાડીની, જાણો વિગત
50 રન બનાવ્યા બાદ જશ્ન મનાવતો રિષભ પંત.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિષભ પંતે આઈપીએલ 2018માં પાવરપ્લે દરમિયાન 161 રનના સ્ટ્રાઇક રેટથી 66 રન બનાવ્યા છે. મિડલ ઓવર્સમાં તેણે 150 રનના સ્ટ્રાઇક રેટથી 159 રન નોંધાવ્યા છે.
ડેથ ઓવર્સમાં રિષભ પંત વધુ ઘાતક બની જાય છે. વર્તમાન સીઝનમાં પંતે ડેથ ઓવર્સમાં 253.10ના શાનદાર સ્ટ્રાઇક રેટથી 81 રન ફટકાર્યા છે.
રિષભ પંતે આઈપીએલ 2018માં પાવરપ્લે, મિડલ ઓવર્સ અને ડેથ ઓવર્સમાં મળીને ત્રણેય તબક્કામાં 150થી વધારેના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. આ સીઝનમાં તે આવું કરનારો એકમાત્ર બેટ્સમેન છે.
ગત મુકાબલામાં રિષભ પંતે આક્રમક બેટિંગ કરીને એક રેકોર્ડ બનાવી દીધો. 20 વર્ષીય પંતે બુધવારે સાંજે પંતે માત્ર 29 બોલમાં 67 રનની વિસ્ફોટ ઈનિંગ રમીને ટીમ માટે જીતનો પાયો નાંખ્યો હતો.
નવી દિલ્હીઃ બુધવારે રાતે દિલ્હી ડેરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના રોમાંચક મુકાબલામાં દિલ્હીનો 4 રને રોમાંચક વિજય થયો હતો. દિલ્હી વતી રિષભ પંત અને પૃથ્વી શૉએ તેમની તોફાની ઇનિંગ દ્વારા ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
રિષભ પંત આઈપીએલમાં હાલ સર્વાધિક રન બનાવનારા ખેલાડીઓમાં ટોપ પર છે. દિલ્હીના આ બેટ્સમેન પાસે ઓરેન્જ કેપ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -