હ્યુન્ડાઇએ નવા ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ કરી i20 એક્ટિવ, જાણો કિંમત
કંપનીએ નવી આઇ20માં ડ્યૂઅલ ટોન કલર ઓપ્શન(પોલર વ્હાઇટ રૂફ સાથે મરિના બ્લ્યૂ)(માત્ર SX વેરિએન્ટ માટે), ન્યૂ બૂટ લિડ એક્ટિવ લેબલ સાથે, 7 ઇંચ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, ફ્રન્ટ આર્મરેસ્ટ, ન્યૂ રિયર આર્મરેસ્ટ કપ હોલ્ડર સાથે, ન્યૂ એક્સિટિરિયર કલર્ડ કોડેડ એક્સેન્ટ્સ અને અપહોલસ્ટ્રે, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર(માત્ર SX વેરિએન્ટ માટે), એલઇડી ટેઇલલેમ્પ જેવા નવા ફીચર્સ સામેલ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસલિફ્ટ હ્યુન્ડાઇ આઇ20 એક્ટિવમાં બે એન્જિન ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં 1.2 લિટર વીટીવીટી પેટ્રોલ મોટર આપવામાં આવી છે. જે 82 બીએચપી પાવર અને 114 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. જ્યારે 1.4 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન 89 બીએચપી પાવર અને 220 એનએમ ટોર્ક નજરેટ કરી શકે છે.
પેટ્રોલ એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ જ્યારે ડીઝલ એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે.
આ અપડેટેડ વર્ઝનમાં કંપની તરફથી સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ આ કારની કિંમત 6.99 લાખ રૂપિયા એક્સ શોરૂમ રાખી છે. નવી આઇ20 એક્ટિવના ટોપ વેરિએન્ટની કિંમત 10 લાખ રૂપિયા છે.
નવી દિલ્હીઃ ભારતની બીજા નંબરની સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇએ ઓટો એક્સપો 2018માં ન્યૂ ઇલાઇટ આઇ20ને લોન્ચ કરી હતી. હવે કંપનીએ પોતાની સફળ કાર આઇ20 એક્ટિવના ફેસલિફ્ટ વેરિએન્ટને કોઇપણ મોટી જાહેરાત વગર ભારતમાં લોન્ચ કરી દીધું છે.
હ્યુન્ડાઇની એપડેટેડ આઈ20 એક્ટિવ તેના હરિફો હોન્ડા બીઆર-વી, ફિયાટ એવેન્ટુરા અને ટાટા નેક્સનને ટક્કર આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -